Tuesday, January 21, 2014

મારા ગુરુજી - શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીઃ જીવન અને મૃત્યુમહીં...

મહાસમાધિ પછી શ્રી શ્રી પરમહંસ યોગાનંદના શરીરે બતાવેલું ચમત્કારિક અવિકારીપણું

        શ્રી શ્રી પરમહંસ યોગાનંદે યુ. એસ. એ. ના કૅલિફોર્નિયા પરગણાના લૉસ એન્જેલસ શહેરમાં, હિંદના તે વખતના એલચી શ્રી બિનોય સેનના માનમાં આપવામાં આવેલા ભોજન સમારંભ વખતે ભાષણ કર્યા પછી તા. ૭મી માર્ચ, ૧૯૫૨ના રોજ મહાસમાધિ લીધી હતી.
       જગતના આ મહાન ગુરુએ યોગની ઉપયોગિતા ફક્ત જીવનમાં જ નહિ પરંતુ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી હતી. મહાસમાધિ બાદ સપ્‍તાહો વીત્યા બાદ છતાં એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું.
        શ્રી હૅરી ટી. રોવ, જે કૅલિફોર્નિયાના ગ્લેન્ડેલ પરગણાના ફૉરેસ્ટ લૉન મેમોરિયલ પાર્કના મરણગૃહના ડિરેક્ટર હતા, તેમણે સેલ્ફ રીઅલાઇઝેશન ફેલોશિપ (આત્મસાક્ષાત્કાર સંઘ) ને નોટરીએ પ્રમાણિત કરેલો એક પત્ર મોકલ્યો હતો. તેમાંથી નીચે પ્રમાણેનો ઉતારો કરવામાં આવ્યો છે:

     ‘‘પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારનાં કોઇ પણ દેખીતાં લક્ષણો જણાયાં નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઇ વિક્રિયા જણાઇ નથી. એમની ત્વચા પર કરચલીનાં કોઇ પણ ચિહ્નો દેખાયાં નહિ તેમ જ શારીરિક કોષો પણ સુકાયા નહિ. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિએ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે. યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓનાં સઘળાં ચિહ્નો જોઇ શકાશે. પરતું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમતેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારનાં કશાં પણ ચિહ્નો બતાવતું નથી, તે જોઇને અમારું આશ્ચર્ય વધતું ગયું. દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું. કોઇ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી.
તા. ૨૭મી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તા.૭ મી માર્ચના જેવો જ જણાયો હતો. મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકારરહિત હતી તેવા જ એ તા.૨૭મી માર્ચે પણ જણાયા હતા. તા.૨૭મી માર્ચે આ શરીરમાં કશો પણ વિકાર પેઠો છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું. આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો.’’


a a a a  a


No comments:

Post a Comment